ઝરણું ભરેલા પ્યાલાને તું જ્યારે...

ઓ પ્રિયતમ ! ઝરણું ભરેલા પ્યાલાને તું જ્યારે મીઠી ટકોરી મારે છે, ત્યારે પહાડો પર ખળખળતું સંગીત વહી નીકળે છે. 
વળી દરિયાને પ્યાલામાં ભરીને તું જ્યારે મીઠી ટકોરી મારે છે, ત્યારે ઘોષ કરતું સંગીત કિનારે અફળાય છે. 
ઝબૂક ઝળકતી વીજળીની મીઠી ટકોરીથી તું જ્યારે આભ પ્યાલાને રણકાવે છે, ત્યારે ઝળહળતા સંગીતથી ધરા ભિંજાય છે. 
ગજબના જલતરંગના ઓ વાદક ! મારા અશ્રુજળ સભર નયન પ્યાલાને તારી યાદની મીઠી ટકોરી માર...
મારું જીવનસંગીત વહી નીકળવા તારી રાહ જુએ છે !

No comments:

Post a Comment