ઓ વીતરાગી નાજુક મન...

ઓ વીતરાગી નાજુક મન !
તું આવું તો કઠોર શાને ?
દર્દ કે ખુશી તો મારાં છે તને તેથી શું ?
તેથી જ તને કહું છું કે પત્થરસમ તને
બરફની જેમ પીગળતાં જ ક્યાં આવડે છે ?
સ્પર્શ ફૂલનો જ કરે છે તું
કાંટાનીં વેદનાં ક્યારેય સહી છે ?
માન્યું કે તું તો આઘાત છે
મારાં જ પ્રત્યાઘાતનો !
પણ હવે તો સમાધાન પામ !
અરે ! મળશે જ પ્રિયતમ ! એક વાર આપણનેં...
આમ મરી મરી ને તે જીવાતુ હશે કે ?

No comments:

Post a Comment