રચના 52

ઓ પ્રિયતમ ! ક્યારેક જીવનમાં એવીય ક્ષણ આવે છે જ્યારે જીવન કરતાં મૃત્યુ અમને પ્યારું લાગે છે ! એ જ તો ક્ષણ હોય છે જ્યારે જીંદગી હારી જાય છે પ્રયત્નો થી ! ને જીવન લાચાર બની જાય છે મૃત્યુ સામે ! એવા ગાઢ અંધકારમાં પણ તું રોશની લઇને આવે જ છે હો નાથ ! ને તોફાનમાં ઘેરાયેલી જીવન નૈયા ને નાવિક બની પાર ઉતારે જ છે...
પણ શું અમે એક ક્ષણ પણ ઋદયપૂર્વક "એવા સમયે" તને પોકારીએ છીએ ખરાં ? 
કે બસ હારી જ જઈએ છીએ જીંદગીથી ? 
તોફાનમાં ય દીપક પ્રગટે છે...તું જ્યોત સ્વરુપે ક્યાં નથી ? 
પરંતુ ઋદયપૂર્વકનીં પ્રાર્થનાં રૂપી અમે ખોબો જ ક્યાં ધરીએ છીએ ? ને છતાં કહીએ છીએ કે દીપક હારી જાય છે તોફાન સામે !

No comments:

Post a Comment