રચના 5

ઓ પ્રિયતમ ! હું શબ્દોની આરાધનાથી દિવ્યત્વનેં ઝંખું છું. શબ્દોમાં અભિવ્યક્ત થતી ઊર્જા સ્વરૂપે તું જ તો રહ્યો છે ! તો પેલી સર્જનની પ્રેરણા સ્વરૂપે પણ તું જ ક્યાં નથી ? જેમ ઊષા એ સૂર્યના સૌંદર્યનું પરિણામ છે, તેમ કૃતિ  એ શબ્દોનાં સૌંદર્યનું પરિણામ છે. ઓ વાચક ! તને શબ્દોનું સૌંદર્ય સ્પર્શે છે; પરંતુ એ શબ્દો પાછળ રહેલા સતનું સૌંદર્ય કેમ નહિ ?

No comments:

Post a Comment