રચના 46

તમે લખ્યું ને અમે વાંચ્યું. કલમ તો ઊઠાવી આપવા તમને જ ઉત્તર. ને કાગળ પણ શિલ્પીનીજ રાહ જોતો હતોને ! પરંતુ શબ્દોનું સામર્થ્ય કલમના કામણને કંડારે તે પહેલાં જ એક યુગસ્મૃતિ ઝબૂકી ગઈ ને ટપકી પડ્યા શબ્દો અશ્રુ બનીને ! કોણ કહે છે મૌનના શબ્દો અશ્રુ નથી હોતા ? હોઠ પરનું સ્મિત મલક્યું ન મલક્યું ને કાગળ ખરડાયો મૌનની શાહીથી ! આ કોનો વાંક છે સ્વપ્નનો કે હકીકતનો ? કે તમે ખાલી લખ્યું લખાણ ને અમે જીવન આખું ચીતરેલું દીઠું કાગળે ? હવે શું લખું...શું ન લખું...તમને કાગળ કોરો જ મોકલું છું. આ અશ્રુરૂપી મૃદુભાવની લિપિથી કંડારેલો ! તેમાં પણ રંગો છે મેઘધનુષનાં ને ફોરમ ફૂલોની છે. કહો કાગળરૂપી જીવનને કોરું તો કેમનું મૂકાય હવે ? આ અશ્રુથી લખેલા કાગળનો કોઈ ઉત્તર ન આપશો. કહે છે મૌનનાં શબ્દો તો અશ્રુ છે; પણ અશ્રુના શબ્દો મૌન નથી હોતા !

No comments:

Post a Comment