ઓ પ્રિયતમ ! તું ક્યાં છો...

"ઓ પ્રિયતમ ! તું ક્યાં છો ?" 
"હું અહીં જ છું વહાલા ! તું દ્વાર ઉઘાડી અંદર આવી જા." 
'આ મારું ઘર' કહેનારા મેં સૌ પ્રથમ મારા ઘરના દ્વાર ખોલી નાખ્યા. પછી વિસ્તારના, પછી રાજ્યના, પછી દેશના દ્વાર પણ ખોલી નાખ્યા. 
"ઓ પ્રિયતમ ! મે બધા જ દ્વાર ઉઘાડ્યા છે. તું ક્યાં છો ?" મે ફરી પૂછ્યું. "
ઓ પ્રિય ! તું બધાજ દ્વાર ઉઘાડી અંદર આવી જા. હું અહીં તારી જ રાહ જોઇ રહ્યો છું."તારી મધૂરવાણી સંભળાઈ. 
પછી તો મે ધર્મનું દ્વાર ઉઘાડ્યું, જાતિનું, રંગનું ને ભાષાનું ઉઘાડ્યું. માનવ-માનવ વચ્ચેનું તો માનવ અને જીવ માત્ર વચ્ચેનું દ્વાર પણ ઉઘાડ્યું ! છતાં તું ન જ મળ્યો ત્યારે હું રડી પડું તે પહેલા જ તું ફરીથી તારી મધૂર વાણીમાં બોલ્યો. "હવે આ છેલ્લું દ્વાર પણ ઉઘાડી જ નાખ પ્રિય !" 
ને મેં અંતિમ મારા ઋદયનુ દ્વાર પણ ખોલી નાખ્યું. ને જોયું તો મારા ઋદયનાં સિંહાસન પર બિરાજી તું મંદમંદ મલકતો હતો !

No comments:

Post a Comment