January 01, 2011

તું મને વહાલ કરે છે

તું મને વહાલ કરે છે અને કહે છે કે "તું મારું જ સ્વરૂપ છે. આત્મા એજ પરમાત્મા છે. તું આત્મસ્વરૂપ છે. તારાં આત્મા સ્વરુપે હું જ રહેલો છું."
અને હું આત્માને શોધવા નીકળી પડું છું.
તું મારું ભોળપણ જોઇ હસી પડે છે. અને ઇશારો કરે છે કે "અંદર જો."
પરંતુ મને તો હાડમાંસનાં કોથળા સિવાય કંઈ જ દેખાતું નથી. માન્યું કે મારા સ્વરુપે તું જ રહેલો છે... પરંતુ અહિં નથી તો માર્ગ દેખાતો ...નથી મંઝિલ દેખાતી ને સ્વયં ને ઠાલું આશ્વાસન શી રીતે આપું નાથ ?
હું છેક જ આવો શૂન્ય, અજ્ઞાની અને મૂઢ છું...
એલા ! તને લાજ નથી આવતી ?

No comments:

Post a Comment