રચના 40

ચાલ જીવ ! એકવાર ભીતરની યાત્રા કરવા દે ! 
જોઇએ તો ખરા એ આંતરખજાનાનો વૈભવ કેવોક છે ? 
મારું જ રૂપ ધારણ કરીને મારો જ પ્રિયતમ ઋદયસિંહાસન પર કેવો ઠસ્સાથી બેઠો છે ! 
કાળની વિકરાળ ગુફામાં પાછા જવું તો કોને ગમે ? 
મને તો મારા જ આનંદસાગરમાં ડૂબકી લગાવી પરમાનંદનાં મૌક્તિકો વીણવા દે ! 
જ્યાં વિચારોનું ધમાસાન નથી કે નથી ભૂતકાળની કારમી યાદો કે વળી ભાવિની મદહોષી ભરી પરિકલ્પનાઓ. 
બસ, શૂન્યમાં એકાકાર થઈ જવા દે. 
બસ, મને મારી જ આપ્તતામાં મારા જ સ્વરૂપ સાથે એકવાર તો પહેચાન કરવા દે !
ચાલ જીવ ! એકવાર ભીતરની યાત્રા કરવા દે !

No comments:

Post a Comment