રચના 4

નિઃશબ્દપણે હું તારી શબ્દારાધના કરી રહ્યો છું. મારા નયનો અશ્રુ વહાવે છે ને તારો ચહેરો મલકી ઉત્તર વાળે છે ! મૌનનાં સંગીતની સૂરાવલીઓ થકી આ કેવો ભવ્ય સંવાદ રચાય છે ! શું ચૈતન્યની કોઈ જ ભાષા નથી ? તારું પ્રગાઢ સાનિધ્ય અનુભવનારા બોલી શકે ખરા ? પ્રેમની પ્રગાઢતામા આંખો જ બોલતી હોય છે ; હોઠ નહિ...ફરક તો એટલો જ છે નાથ ! કે જ્યારે મારા નયનો છલકાઇ ઊઠે છે ત્યારે પણ તું મલકી શકે છે !

No comments:

Post a Comment