રચના 38

ઓ પ્રિયતમ ! તારા નામનો ચમત્કાર શાને ? તેની સાથે અનંત સકારાત્મક આત્માઓનીં સામુહિકતા જોડાયેલી છે ! જેઓ તને પ્રેમ કરે છે ! નામ તો મારુંય છે. જેની સાથે મારો નર્યો અહંકાર જોડાયેલો છે. મારું નામ એટલે જ મારી ઓળખાણ...મારું અસ્તિત્વ ! તારાં નામમાં લીન બનતાં મને મારું આ નામ જ રોકે છે ને !

No comments:

Post a Comment