January 01, 2011

રાજ દરબાર જ્યારે પૂરો થઈ જાય..

ઓ પ્રિયતમ ! તારો રાજ દરબાર જ્યારે પૂરો થઈ જાય. ભક્તિરસમાં તરબોળ સૌ મદમાતાં લડખડાતાં વિદા થઈ જા. નિંદરઘેરી રાતી આંખોની મસ્તિ સહેજ ઓછી થઈ જા. તું એકલો પડે ને ઘર યાદ આવી જા...તું ઉદાસ ન થઈશ હોં નાથ ! તારાં અનંતકોટિ સૂર્ય સમાન તેજોમય સુવર્ણરથ પર આરુઢ થઈને તું મારી ઝુંપડીએ આવજે. હળવેકથી દ્વાર ઊઘાડી અંદર પ્રવેશ કરજે. અંદર શિતળ ચાંદની ફેલાયેલી હશે. આહલાદક સુગંધથી વાતાવરણ ઔલોકિક બન્યું હશે. પેલો દિપકેય ધ્યાનમગ્ન બન્યો હશે. ને હું ને જ યાદ કરતો ઢોલિયામાં સૂતો હોઈશ! તું એ દિવ્ શાંતિમાં ખલેલ પહોંચાડ્યા વગર શાંતિથી તારાં મુગટ, માળાઓને સુવર્ણાલંકારો ને ઉતારી મારી બાજુમાં પોઢી જજે. શિતળ વાયુ તારાં વાંકડીયા વાળનાં ઝુલ્ફાઓ ઊડાડશે. નેને ગાઢ ઊંઘ આવી જશે. તારો બધો જ થાક ઊતરી જશે ! વહેલી પરોઢે જ્યારે મંદિરમાં શંખનાદ ને ઘંટારવ થા તે પહેલાં સૂરજનું કોમળ કિરણ બનીને જગતને પ્રજ્વાળવા તું છાનોમાનો ચાલ્યો જજે હો બાપુ ! તને નહિ રોકીયે.

No comments:

Post a Comment