January 05, 2011

મેં સુંદર મેઘધનુષ્ય જોયું...

મેં સુંદર મેઘધનુષ્ય જોયું. હું ઝુમી ઊઠ્યો.  
ઓ પ્રિયતમ ! આ તું જ છે હો ! મેં કહ્યું.
મેં ઊછળતું કૂદતું ઝરણું જોયું.
ને ખુશીથી તાળીઓ પાડતો હું નાચી ઊઠ્યો.
આ તું જ છે હો ! મેં ફરીથી કહ્યું.
ત્યાં જ કોમળ સૂરજ ઊગ્યો. સોનેરી કિરણોએ વાદળોને ચૂમ્યાં. કુકડાએ છડી પોકારી.
ઓ પ્રિયતમ ! આ તું જ છે હો ! કહિ મેં તારા ગળામાં પુષ્પોની માળા પહેરાવી.
તું મોહક મલક્યો ને કહ્યું "અરે ભોળા આ તો દ્રષ્ય છે...ને તેથી જ ક્ષણભંગુર છે ! જ્યારે હું તો શાશ્વત છું ! આ બધું હું શી રીતે હોવાનો ?"
"તો ?" મને ધ્રાસકો પડ્યો.
"દ્રષ્ય ને છોડ ને દ્રષ્ટામાં દ્રષ્ટી નાંખ !" તેં ફરી મલકીને કહ્યું.

No comments:

Post a Comment