April 28, 2014

હું દેવનાં પણ શિરનો શણગાર છું...

"હું દેવનાં પણ શિરનો શણગાર છું !" કહિ પુષ્પ જ્યારે મલકાતું હતું , ત્યારે દેવનાં ચરણકમળની  રજ થવા ધૂપસળી સ્વયં ને જલાવી રહી હતી ! 
દેવશિરેથી કરમાયેલા પુષ્પો ઊતર્યાં ને ધૂપસળી પણ ભસ્મીભૂત થઈ...
"મારું હવે કોઈ જ અસ્તિત્વ નથી હોંકે ! "
છાબડીમાં પડેલાં ને બહાર ફેંકાવાનીં રાહ જોતાં કરમાયેલા પુષ્પોને શાશ્વતતાને વરેલી ધૂપસળીનીં સુગંધ ઘણું કહિ જતી હતી...
સુગંધ તો પુષ્પોમાં પણ ક્યાં નહોતી ?

No comments:

Post a Comment