મારો સંપૂર્ણ ભવિષ્યકાળ તને સમર્પિત કરુ છું...

ઓ પ્રિયતમ ! મારો સંપૂર્ણ ભવિષ્યકાળ તને સમર્પિત કરુ છું. કહિ મેં દીપકમાં ઘી પૂર્યું. 
ઓ પ્રિયતમ ! મારો સંપૂર્ણ ભૂતકાળ પણ તને સમર્પિત કરું છું. કહિ મેં દીપકને પ્રગટાવ્યો. 
દીપક પજ્વલિત થઈ ઊઠ્યો. 
ઝૂંપડીમાં ચોમેર પ્રકાશ ફેલાઈ ગયો. 
મારાં જીવનનું વર્તમાન જીવંત થઈ ઊઠ્યું. 
વર્તમાન બનીને તું જ રેલાઈ રહ્યો !

No comments:

Post a Comment