તું તારો અનમોલ ખજાનો લુટાવી રહ્યો હતો...

તું તારો અનમોલ ખજાનો લુટાવી રહ્યો હતો. તેં તારાં રત્નભંડારો, આભુષણો, માલખજાનાં, હાથી, ઘોડા, પશુ, પંખી બધું જ લુટાવી દીધું. ત્યાં સુધી કે મુગટ, માળા, મોરપિચ્છ તો બંસરી પણ આપી દીધાં. છેલ્લે છેલ્લે કેટલાંક ભક્તો જરકસિજામા ને પીળું પીતાંબર પણ લઈ ગયાં ! તારી દિગંબર મૂર્તિ સિવાય કંઈ જ બાકી ન રહ્યું. હું તો સ્તબ્ધ બનીને જોઈ જ રહ્યો ! ત્યાં જ વળી કેટલાંક ભક્તો કિર્તન કરતાં પધાર્યાં... હવે તું શું આપીશ ? હું તો અવાક બનીને જોઈ જ રહ્યો. અને તેં તારી જાતને પણ લુટાવી દીધી. તેઓ તારી મૂર્તિ લઈને જતાં હતાં ત્યાં જ તારી નજર મારાં ઊપર પડી ! હું તો હજુ બાકી જ હતો નેં ! મારે કશું જ નથી જોઈતું મારાં નાથ...હું આંસુ ઓ લૂંછતો બોલું તે પહેલાં તેં મને તારી મૂર્તિ નીં જગ્યાએ ઊભો રાખ્યો. ને ફરી ઘંટારવ શરુ થયો !

No comments:

Post a Comment