ઓ વર્ષા તું ક્યાંથી આવી ?

ઓ વર્ષા તું ક્યાંથી આવી ?
વર્ષાએ વાદળો તરફ ઈશારો કર્યો.
વાદળોએ સૂર્ય તરફ ઈશારો કર્યો.
સૂર્યએ સમુદ્ર તરફ ઈશારો કર્યો.
સમુદ્રએ નદીઓ તરફ ઈશારો કર્યો.
નદીઓએ ઝરણા તરફ ઈશારો કર્યો.
ઝરણાઓએ પર્વતો તરફ ઈશારો કર્યો.
પર્વતોએ વાદળો તરફ ઈશારો કર્યો...
અચાનક ક્યાંકથી વીજળી ઝબૂકિ ,
વાદળો ગગડ્યાં ને ધીમી ધારે વરસાદ શરુ થયો.
"ઓહ પ્રિયતમ ! લુચ્ચાં તો તું છે !"
હું બબડ્યો ને મોર ટહુકવા લાગ્યો !

No comments:

Post a Comment