January 01, 2011

તું કરુણાનો સાગર છો.

ઓ પ્રિયતમ ! તું કરુણાનો સાગર છો. તારા અનંત ઊછળતા મોજાંને હું કિનારે બેઠો બેઠો નિહાળ્યા કરું છું. તારી અનુભૂતિ કર્યા પછી પણ તારામાં ડૂબકી મારવા જેટલી હિંમત મારી નથી. શું આમ જ તારા કિનારા સુધી પહોંચ્યા પછી પણ કોરું જ રહી જશે મારું જીવન ?  હે દયાનાં સાગર ! એક પ્રચંડ મોજું મોકલી મને તારી કરુણામાં નવડાવી નાખને ! કિનારે બેઠા બેઠા મોજાઓના ફીણને અમસ્તા જ જોયા કરનારાઓને અચાનક જ ચેતવ્યા વગર જ ભીંજવી નાખવા એ જ તો સાગરની મસ્તિ હોય છે ! બસ, હવે તો ભીંજવી જ નાખ. મારે તારી અનુભૂતિ નહિ પ્રાપ્તિ જોઇએ છે. કહે છે સાગર તટે થી પલળ્યા વગર કોઈ જ ઘરે પાછું ફરતું નથી.

No comments:

Post a Comment