રચના 13

ઓ પ્રિયતમ ! અમે તને પ્રેમ કરીએ છીએ. નિષ્કામ પ્રેમ કરવો એ અમારો સ્વભાવ છે નાથ ! અમે પ્રેમનાં બજારમાં ખરીદી કરવા નથી નીકળ્યા. દિવ્ય અનુભૂતિ, રિધ્ધિ સિધ્ધિ અને અનંત સમૃધ્ધિ જેવાં પ્રલોભનોથી અમારાં પ્રેમને તોળી શકાતો નથી. રાત્રે પસાર થઇ જતા મિથ્યા સ્વપ્ન જેવાં જીવનમાં શું અમે તારા પ્રત્યેના પ્રેમની સોદાબાજી કરીશું કે ? અમારાં પ્રેમનાં બદલામાં અમે કેવળ એકજ બાબત ઝંખીએ છીએ અને તે છે અમારાં જેવો જ તારો પણ અકારણ વિશુધ્ધ પ્રેમ. બીજું કશું જ નહિ !

No comments:

Post a Comment